| 1. |
4. ‘જન્મભૂમિનો ત્યાગ' શીર્ષકની યથાર્થતા |
|
Answer» ONG>EXPLANATION: તેમને 1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો. કુન્દનિકા કાપડિયા સાથે નંદીગ્રામમાં જોડાઈને સાથે કામ કરનારાં અને નવલકથાકાર હેમાંશી શેલતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે- "સાહિત્યકાર તરીકે તેમની સંવેદના તેમના પ્રકૃતિપ્રેમ સાથે જોડાયેલી હતી. તેમનો ફૂલો, આકાશ અને કુદરત માટેનો પ્રેમને નજીકથી જોઈ શકી એ સૌથી પ્રિય યાદગીરી રહેશે. હું જેટલો સમય તેમની સાથે રહી શકી, શીખી એ ખૂબ મહત્ત્વનો સમય રહ્યો મારા જીવનનો. તેમની ખોટ હંમેશાં સાલશે." સાહિત્યકાર વર્ષા અડાલજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "એક સ્ત્રી તરીકે, પોતાનાં સ્વપ્નો માટે જીવવું, પોતાના આદર્શોને અનુરૂપ એક સમાજનું નિર્માણ કરવું એ સૌથી મોટી વાત છે. આ કામ કુન્દનિકાબહેને આ જ સમાજની વચ્ચે રહીને કરી બતાવ્યું છે. તેમણે પોતાના કામ થકી ઘણાં જીવનને સ્પર્શ્યાં છે." કુન્દનિકાબહેન સાથેના સર્જનાત્મક સફરની વાત કરતાં વર્ષાબહેન જણાવે છે ક, "સાત પગલાં આકાશમાં તેમની નારીવાદી નવલકથાને દૂરદર્શન પર સિરિયલ તરીકે પ્રસારિત કરવાનું નક્કી થયું અને મારા ભાગે તેની પટકથા-સંવાદ લખવાની જવાબદારી આવી. આ દરમિયાન તેમને મળવાનું થતું. તેમના થકી મકરંદભાઈ સાથે પણ પરિચય થયો. ખૂબ મજાની યાદો છે એ સમયની." "જોકે આ ઍસોસિયેશનના કારણે ઘણા વાચકો એવું માને છે કે સાત પગલાં આકાશમાં નવલકથા મેં લખી છે. હકીકતમાં એના પરથી બનેલી સિરિયલના સંવાદલેખનમાં મારો ફાળો રહ્યો. વાચકોની આ ગેરસમજથી રમૂજ અને થોડી અકળામણ પણ થાય. કુન્દનિકાબહેનનો સ્વભાવ ગંભીર એટલે આ ગેરસમજના અભાવે હું એમને કહેતી ત્યારે તેઓ સાંભળી એમ કહેતા કે- આવું કેવું થતું હશે લોકોને?' તો ગુજરાતના આરોગ્ય વિભાગનાં સચિવ જયંતી રવિએ ફેસબુક પર તસવીર પોસ્ટ કરીને કુન્દનિકાબહેનને શ્રદ્ધાંજલિ આપી હતી. કુન્દનિકાબહેન સાથેની મુલાકાત યાદ કરતાં તેમણે લખ્યું છે કે 'તેમણે કહ્યું કે જો તારે મારી સાથે ફોટો પડાવવો હોય તો એક વચન આપ કે ઓછામાં ઓછા 1000 રૂપિયાની કિંમતની ખાદી ખરીદીશ. 90 વર્ષે યુવાન કુન્દનિકાબહેનને જે નવલકથાકાર, નિબંધલેખક હતાં તેમને મળવું એ લહાવો હતું. તેમણે 1942ની ભારત છોડો ચળવળમાં પણ ભાગ લીધો હતો. 1985માં સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમણે જીત્યો હતો. સાથે જ નંદીગ્રામનાં સહસંસ્થાપક હતાં. વલસાડનો આ આશ્રમ વંચિતોના ઉત્થાન માટે કામ કરે છે, જ્યાં સામાજિક-આધ્યાત્મિક પરિપૂર્તિનો અહેસાસ થાય છે.' |
|